પંચાયત વિભાગ
બંધારણના ૭૩ માં સુધારાને આધિન હાલમાં ગુજરાતમાં પંચાયત એકટ અમલમાં આવેલ છે. જેને ગુજરાત પંચાયત અધિનિયમ-૧૯૯૩ કહેવામાં આવે છે. જેના મારફતે રાજયમાં પંચાયતી રાજ વ્યવસ્થાનું સંચાલન અને નિયંત્રણ થાય છે.
ગુજરાત રાજયમાં ત્રિસ્તરીય પંચાયત વ્યવસ્થા અમલમાં છે.
- ગ્રામ પંચાયત
- તાલુકા પંચાયત
- જીલ્લા પંચાયત
ગુજરાત રાજયમાં ત્રિસ્તરીય પંચાયત માળખામાં નીચેની વિગતે કાર્યોની વહેંચણી કરવામાં આવેલ છે:
ગ્રામ પંચાયત
- ધર વપરાશ અને ઢોર માટે પીવાના પાણીની વ્યવસ્થા
- ગામમાં રસ્તાની સફાઇ
- સરકારી મિલ્કતની જાળવણી
- ગામમાં આરોગ્ય વિષયક જાળવણી
- ગામમાં દીવાબત્તી વ્યવસ્થા
- ગામમાં પ્રાથમિક શિક્ષણ સહિત શિક્ષણ ફેલાવો વિગેરે
- ગ્રામ્ય વિકાસનું આયોજન.
- ગામમાં સીમના પાકની સંભાળ રાખવા બાબત.
- ખેતીવાડી સુધારણા આયોજન
તાલુકા પંચાયત
- તાલુકામાં સ્વાસ્થ્ય અને આરોગ્ય વિષયક સેવાઓ પૂરી પાડવા રોગચાળો
- નિયંત્રણની કામગીરી
- ગ્રામ્ય માર્ગો બનાવવા તથા નિભાવણી
- પ્રાથમિક શાળાઓની સ્થાપના અને સંચાલન
- તાલુકા કક્ષાએ ખેતીવાડી સુધારણા અને આયોજન
- સ્ત્રી કલ્યાણ યુવક પ્રવૃતિનો વિકાસ અને સહાય
- પુર, આગ, અકસ્માત વિગેરે આકસ્મિક સંજોગોમાં મદદની કામગીરી
જીલ્લા પંચાયત
જીલ્લા પંચાયત, ગ્રામ પંચાયત અને તાલુકા પંચાયતની પ્રવૃતિઓમાં નિયંત્રણ અને સહાય કામગીરી તદૃઉપરાંત રાજય સરકારની મહેસુલ, શિક્ષણ સહકાર, સિંચાઇ, પશુસંવર્ધન, કૃષિની તબદીલ થયેલ પ્રવૃતિઓનું જીલ્લા કક્ષાએ સંચાલન અને નિયંત્રણ તથા પંચાયત ખાતાની પ્રવૃતિઓની જીલ્લા કક્ષાએ કામગીરી