બંધ

ઇતિહાસ

મહિસાગર જિલ્લો ૧૫મી ઓગસ્ટ, ૨૦૧૩એ પંચમહાલ અને ખેડા માંથી છુટો પડ્યો હતો. મહીસાગર જિલ્લામાં ૬ તાલુકાઓનો સમાવેશ થાય છે જેમાં ખેડા જિલ્લાના બે અને પંચમહાલ જિલ્લાના ચાર તાલુકાઓ છે. ખેડા જિલ્લામાંથી બાલાસિનોર અને વિરપુર તાલુકા વિભાજીત થઈ નવા મહીસાગર જિલ્લામાં જોડાયા છે, જ્યારે ફાગવેલ અને ગળતેશ્વર નવા તાલુકા બની ખેડા જિલ્લામાં રહ્યા. પંચમહાલ જિલ્લામાંથી લુણાવાડા, ખાનપુર, કડાણા અને સંતરામપુર તાલુકાઓનો સમાવેશ આ નવા બનેલા જિલ્લામાં થયો છે.